LRB Police Bharti – Lokrakshak and PSI Update on 01-09-2024

By | September 4, 2024

Join WhatsApp Group


Join Telegram Channel



LRB Police Bharti – Lokrakshak and PSI Update on 01-09-2024
:: તા.૩૧.૦૮.૨૦૨૪ ::

ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ


  1. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છેજવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
  2. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છેજવાબ – તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
  3. અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?જવાબ – આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
  4. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?જવાબ – ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.
  5. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?જવાબ – ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.
ખાસ નોંધઃ
  1. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ રદ્દ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહી.
  2. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો……
  3. અરજી ફકત પોસ્ટ / કુરીયર મારફતે જ તા.૧૫/૦૯/૨૦૨૪ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
  4. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં




Gujarat Police Bharti 2024 - Mahiti Gujarat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *