PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ લાઈનમેન માટે 668 જગ્યા પર એપ્રેન્ટીસ ભરતી જાહેર કરેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે 09:30 થી સાંજે 05:00 સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રેહવાનું રેહશે.
PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એપ્રેન્ટીસ લાઈનમેન તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.
PGVCL Recruitment 2024
પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તા૨માં વીજ વિત૨ણ ક૨તી જીયુવીએનએલ (પૂર્વ જી.ઈ.બી) ની સંલગ્ન કંપની છે, જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તા૨માં વિવિધ કચેરીઓ આવેલ છે. એપ્રેન્ટિસ અધિનિયમ – ૧૯૬૧ ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઈનમેન ભ૨વાના થતા હોય, જે માટે જે તે જીલ્લાની રોજગા૨ કચે૨ીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા ન હોય, જેને કા૨ણે પીજીવીસીએલ હેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઈનમેન તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. નિયત પાત્રતા ધરાવતા (રોજગાર કચેરીમાં નોધાયેલા અને ન નોંધાયેલા) ઉમેદવારોએ ભ૨તી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રેહવું.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી
સર્કલ ઓફિસનું નામ | ખાલી જગ્યા |
ભાવનગર | 22 |
મોરબી | 9 |
જૂનાગઢ | 12 |
બોટાદ | 7 |
સુરેન્દ્રનગર | 19 |
રાજકોટ ગ્રામ્ય | 179 |
અમરેલી | 30 |
રાજકોટ શહેર | 136 |
પોરબંદર | 11 |
ભુજ | 93 |
અંજાર | 42 |
જામનગર | 108 |
કુલ | 668 |
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી નિયત ધારા ધોરણ નીચે પ્રમાણે છે.
- જગ્યાનું નામ: એપ્રેન્ટીસ લાઈનમેન
- જગ્યાનો પ્રકાર: એપ્રેન્ટીસ તાલીમાર્થી
- તાલીમનો પ્રકાર: ઇલેક્ટ્રિક લાઈનમેન ને લગતી એપ્રેન્ટીસ અધિનિયમ મુજબની તાલીમ
- તાલીમનો સમયગાળો: 1 વર્ષ
શૈક્ષણિક લાયકાત:
- માન્યતા પ્રાપ્ત ઓદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન / ઇલેક્ટ્રિશ્યનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
- માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ.
વય મર્યાદા:
- જાહેરાતની તારીખ 14.08.2024 થી વય મર્યાદા
- ઓછામાં ઓછી 18 વર્ષ તમામ ઉમેદવારો માટે
- બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ
- અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ
- દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં વધુ 35 વર્ષ
- જી.એસ.ઓ. – 295 (માત્ર પીજીવીસીએલનાં જ કર્મચારીના વારસો) ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ
પગાર ધોરણ
- સરકારશ્રીના વખતો વખત ધારા – ધોરણ મુજબ
જરૂરી દસ્તાવેજો / પ્રમાણપત્રો (પ્રમાણિત નકલ) બે સેટમાં
- 04 (ચાર) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (SEBC વર્ગ V (SEBC) માટેનું તાજેતરનું નોન-ક્રિમિનલ પ્રમાણપત્ર પરિશિષ્ટ-“C”/ પરિશિષ્ટ-“4”). (આર્થિક રીતે નબળા વિભાગો માટેની પાત્રતા જો આર્થિક રીતે નબળા વિભાગ (EWS) થી સંબંધિત હોય તો તે સંદર્ભમાં માન્ય છે. ‘પ્રમાણપત્ર’ પ્રસ્તુત કરવું)
- તમામ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો
- ટેકનિકલ લાયકાત ITI (ઇલેક્ટ્રીશિયન/વાયરમેન) માર્કશીટ અને પ્રમાણપત્ર (તમામ પાસ/ફેલ માર્કશીટ સાથે)
- ફોટો આઈડી પ્રૂફ (આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે)
- NCVT/GCVT પ્રમાણપત્ર
- વિકલાંગતા પ્રમાણપત્ર *
- GSO-295 અંડરગ્રેજ્યુએટ ઉમેદવારનો બોર્ડ/કંપનીમાંથી તેના પિતા/માતાના રાજીનામાનો ઓફિસ ઓર્ડર અને રેશન કાર્ડ
- કાર્ડની નકલ, જો કોઈ હોય તો, જે રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ છે.
PGVCL Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરવી?
ઈચ્છુક ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે 09:30 થી સાંજે 05:00 સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રેહવાનું રેહશે.
PGVCL Recruitment 2024 માટે પસંદગી પ્રક્રિયા કેવી રીતે છે?
શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈ.ટી.આઈ. ની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. (કોઈ પણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતા વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)
ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.
PGVCL Linemen Apprentice Recruitment 2024 Notification PDF
ITI pass NCVT વાયરમેન 9th pass vankar vas Kothavi MO. 9327833974