TAT-1 and TAT-2 Recruitment; ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોના ઉગ્ર વિરોધ બાદ મુખ્યમંત્રીના સલાહકાર તેમજ શિક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવતા ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમા આ મુદ્દે માહિતી આપવા જણાવ્યું.
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT- સેકન્ડરી અને TAT- હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઈન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.