પાણીના ટાંકા બનાવવા સહાય યોજના

By | September 17, 2023

Join WhatsApp Group


Join Telegram Channel



પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 : ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 માટે I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023

વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50 ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

યોજનાનું નામપાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર સહાયઅરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
ફોર્મ ભરવાની શરૂ તારીખ16.09.2023 થી 15.10.2023
વેબસાઈટikhedut.gujarat.gov.in




સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના ૫૦% અથવા રૂ.9.80 લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50 ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના । Water Tank Sahay Yojana 2023

રિમાર્ક્સ

સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત / માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે.

આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા 75 ઘનમીટરની અને વધુમાં વધુ 1000 ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.

આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 સુચનાઓ


1. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

2. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

3. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

4. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

5. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

6. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

7. અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

8. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

9. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

10. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.

11. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જવાનું રહેશે.
  • ત્યારબાદ યોજના ટેબ પર ક્લિક કરવાની રહેશે.
  • યોજના ટેબ પર ક્લિક કરતા એક નવો વિન્ડો ઓપન થશે, જેમાં ખેતીવાડીની યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ખેતીવાડીની યોજના પર કિલક કરતા વિવિધ યોજના લીસ્ટ જોઈ શકશો તેમાંથી સ્માર્ટફોન યોજના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરી શકશો.

અરજી ની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે. આપનાં દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઇ આપની પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટેની પુર્વમંજુરી આપવામાં આવે અને આપનાં દ્વારા પુર્વ મંજુરી મુજબ સાધન/ સામગ્રી નિયત સમયમર્યાદામાં નિયમોનુસાર ખરીદ કરી, પુર્વ મંજુરીનાં હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા આ અરજીની સહી વાળી નકલ સાથેનાં દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજુ કરવાનાં રહેશે.


ઓનલાઈન અરજી અહીંથી કરો



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *