Biporjoy Cyclone

By | June 13, 2023

Join WhatsApp Group


Join Telegram Channel



Biporjoy Cyclone | બિપરજોય વાવઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું સુમદ્રમાં પોરબંદરથી 460 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 510 કિમી દૂર અને નલિયાથી 600 કિમી દૂર છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 7 કિ.મીની ગતિથી આગળ વધી બિપોરજોય વાવાઝોડું રહ્યુ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. અતિ ભારે વરસાદની  આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. આજે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

Biporjoy Cyclone | બિપરજોય વાવઝોડુ


અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપોરજોયે ગુજરાતના વહિવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે લેન્ડ કરી શકે છે. વાવાઝોડાના મુદ્રાથી લઇને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાવવાની સંભાવના છે. આ વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે.

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે ગુજરાત હવાામાન વિભાગે આગાહી કરી છે તેમજ કેટલાક એલર્ટ આપ્યા છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે તારીખ 15 જૂનને લઈ પવન અને વરસાદને લઈ ત્રણ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કર્યા છે. 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટમાં જાહેર કર્યો છે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યા છે. તેમજ 15 જૂને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અહી પવનની ગતિ 125થી 135 કિમી રહેશે જ્યારે રાજકોટ, પોરબંદરમાં સુરેન્દ્રનગર, બોટાદ અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડાના પગલે દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે, અત્રે તમને જણાવી દઈએ કે, વાવાઝાડોની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયું છે અને 15 જૂને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે. જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે અને અત્યાર સુધીમાં 1 હજાર 100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે.


ઉપયોગી લીંક


અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હવામાન વિભાગની આગાહિ PDFઅહિં ક્લીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો

Weather News | વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર | Cyclone Biporjoy |  Cyclone Update | Gujarati News - YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *