Chandrayaan 3 Live Telecast

By | August 23, 2023

Join WhatsApp Group


Join Telegram Channel



Chandrayaan 3 Live Telecast : ચંદ્રયાન 3 ને લઈને અનેરો ઉત્સાહ છે, એ માટે ઈસરો દ્વારા દરેક વ્યક્તિ લાઇવ સ્ટ્રીમીંગ જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ચંદ્રયાન 3 નું લાઇવ ટેલીકાસ્ટ 23.08.2023 બુધવારના રોજ સાંજે 05:20 વાગ્યેથી વિવિધ પ્લેટફોર્મ પરથી લાઇવ જોઈ શકાશે.

Chandrayaan 3 Live Telecast

હાલ તમને જણાવી દઈએ કે દરેક ભારતીય ચંદ્રયાન 3 ના રંગમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે, અને આતુરતા પૂર્વક રાહ જોઇને બેઠા છે કે ક્યારે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડીંગ કરશે, અને સોફ્ટ લેન્ડીંગ માટે પોતપોતાની રીતે વિવિધ પ્રકારથી સફળ લેન્ડીંગની પ્રાથના પણ કરી રહ્યા છે.


Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ‘સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ પર અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.



Watch Live : Click Here


Video Source : ISRO Official YouTube Chanel


ચંદ્રયાન 3 ને લઈને અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શહેરમાં વિવિધ જગ્યાએ 126 એલઈડી સ્ક્રીન દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. અહી તમને એ પણ જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 LED સ્ક્રીનની મદદથી આવતીકાલે એટલે કે બુધવારે ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. જે એક સરાહનીય પગલું છે. ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો એએમસીની એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ નિહાળીને ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સાક્ષી બની શકશે.

તમને એ પણ જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા રશિયાનું LUNA 25 ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરી શક્યું નથી, હવે પુરા વિશ્વની નજર ભારતીય સ્પેસ એજન્સી ઈસરોના ચાદ્રયાન 3 મિશન પર છે. હાલ ઈસરો દ્વારા તમામ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જાણકારી આપે છે, અને લેન્ડર દ્વારા લેવામાં આવેલ તસ્વીરો તેમજ વિડીયો પણ શેર કરી રહ્યા છે.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *