GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

By | April 17, 2024


GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પછીના તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ દરેક કોલેજમાં જઈને એડમિશન માટેનું પ્રવેશ ફોર્મ ભરવાનું નથી ફક્ત આ પોર્ટલ પર એક જ એપ્લિકેશન કરીને પોતાની પસંદગીની ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન મેરીટ ના આધારે મેળવી શકાશે. ધોરણ 12 પછીના અભ્યાસક્રમો જેવા કે BA, Bcom., B.Sc , BBA , BCA , MA , MSc, MBA , MCA , LLB , LLM, PhD, વગેરે… માં આ પોર્ટલ થકી જ એડમિશન પ્રક્રિયા ફરજિયાત થવાની છે માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવવું દરેક માટે જરૂરી છે.

સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓએ જેઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓએ GCAS (Gujarat Common Admission Service ) પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. જે 1 એપ્રિલ થી ચાલુ થઈ ગયેલ છે

ત્યારબાદ ધોરણ 12 નું રિઝલ્ટ આવે ત્યારે લોગીન કરીને ધોરણ 12 ના રિઝલ્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ આ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને 300 રૂપિયા ફી ઓનલાઈન ભરવા ની રહેશે.

ત્યારબાદ નજીકના હેલ્થ સેન્ટર પર જઈને ત્યાં તમામ ડોક્યુમેન્ટ વેરીફાઇડ કરાવવાના રહેશે. (આપણી નજીકના હેલ્પ સેન્ટરો/ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર સરકારી કોલેજ ભાભર, સરકારી કોલેજ થરાદ છે. દિયોદરમાં કોઈ જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર નથી.)*


રીઝલ્ટ આવ્યા ના લગભગ 21 દિવસ બાદ પોર્ટલ પર મેરીટ મૂકવામાં કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીને જે કોલેજમાં એડમિશન મળ્યું હશે તે કોલેજમાં જઈને ત્યાં કોલેજની જરૂરી ફી ભરી એડમિશન લોક કરાવવાનો રહેશે.

ધો 12 સાયન્સ. બી .એસસી. તમામ ગુજરાત ની bsc કોલેજ નું એક માત્ર કોમન ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે

નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.

જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.

કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ

ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)

8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).

9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.

10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન

11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.

12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.

13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.

14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે

GCAS રજીસ્ટ્રેશન@https://gcas.gujgov.edu.in/


સ્નાતક, અનુસ્નાતક, Phd

👉🏻BA, BCOM, BSC,BBA,BCA

`👉🏻ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ માટે એકજ રજીસ્ટ્રેશન

Also Read : 

ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે.  https://bit.ly/3UOGlUG

A to Z સંપૂર્ણ માહિતી




 

Link : https://youtu.be/lHkMy3iMFB8

રજિસ્ટ્રેશન પ્રોસેસ 👇🏻

Link : https://youtu.be/qcIeXPSsTts




 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *