RBI Withdraws ₹2000 Notes

By | May 19, 2023


RBI Withdraws ₹2000 Notes

RBI Withdraws ₹2000 Notes : નોટબંધી 2.0 : સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે ₹2,000ની નોટ મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે.

સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં પણ એક સમસ્યા છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.


RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.

RBI પરત લેશે ₹2,000ની નોટ

RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે.

‘ક્લીન નોટ પોલિસી‘ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.


ક્લીન નોટ પોલિસી શું છે જાણો ?


ભારતીય રિઝર્વ બેંકે સૌથી મોટી ચલણી નોટને લઈ નિર્ણય લીધો છે, RBI અનુસાર 2000 રૂપિયાની નોટ લીગલ ટેંન્ડર રહેશ પરંતુ તેનું સર્કુલેશન બંધ કરવામા આવેશ. ભારતીય રિઝર્વ બેંકે દેશની વિવિધ બેંકોને સલાહ આપી છે કે, 2000 રૂપિયાની નોટને તાત્કાલિક અસર બહાર સર્કુલેશન કરવાનું બંધ કરવામા આવે. અત્રે તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *