RTE Gujarat Admission 2024 Online Registration

By | March 8, 2024

Join WhatsApp Group


Join Telegram Channel



RTE Admission 2023-24 Gujarat Date, Registration, Application, Login, Age Limit, Last Date - rte.orpgujarat.com

RTE Gujarat Admission 2024-25 – આર.ટી.ઇ. એક્ટ-2009 અંતર્ગત ઓનલાઇન અરજી કરો- જાણો સંપુર્ણ માહિતી

વ્હાલા ભાઇઓ બહેનો, ગુજરાતમાં RTE Gujarat admission 2023-24 માટેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમા સમાજના નબળા વર્ગના વાલી ભાઇઓ બહેનો તેઓના બાળકને બિન અનુદાનિત એટલે કે ખાનગી શાળામાં વિના મુલ્યે ધોરણ-1 માં પ્રવેશ અપાવી શકે છે. આર.ટી. એક્ટ વર્ષ-2009 માં લાવવામાં આવ્યો હતો.

RTE લંબાવેલ છેલ્લી તારીખ નોટીફીકેશન: અહીં ક્લિક કરો


શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.



ગુજરાત સરકાર બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સતત ચિંતિત હોય છે. જેને ધ્યાને રાખીને ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ બનાવતી હોય છે. દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે હેતુથી Right to Education Act 2009 બનાવવામાં આવેલ છે. જેને ધ્યાને રાખીને બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય RTE Gujarat Admission 2024-25 Online Registration વિશે વિગતવાર માહિતી મેળવીશું.

RTE Gujarat Admission Online Registration

RTE નું પુરુ નામ Right to Education થાય છે. જેને ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એંડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ કહેવામાં આવેલ છે. આ કાયદા અંવયે બિન અનુદાનિત શાળામાં 25 % મુજબ સમાજના નબળા અને વંચિત બાળકો વિનામુલ્યે અભ્યાસ કરી શકે છે.  સમાજમાં સદ્ધર લોકો પોતાના બાળકોને સારી સુવિધા ધરાવતી શાળાઓમાં ભણાવે છે. જ્યારે ગરીબ તેમ કરી શકતા નથી. જેથી ગરીબ વર્ગના લોકોના તેજસ્વી બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. ઘણા વાલીઓની રજુઆતને અંતે ગુજરાતમાં આ બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગરીબ વર્ગના લોકો પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવી શકે છે.


મફત અને ફરજિયાતના આપવા કાયદો બનાવેલ છે. જેને Right to Education તરીકે ઓળખવામાં આવે છે. RTE Gujarat હેઠળ બાળકોને ખાનગી શાળાઓમાં 25% લેખે પ્રવેશ આપવાનો હોય છે. જેના માટે RTE Gujarat Admission 2023 માટે અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.  આ સરકારી વેબસાઈટ rte.orpgujarat.com. છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગુજરાત સરકારે RTE Gujarat School List બનાવેલ છે.

  • ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો ૨૦૦૯ જેને આર.ટી.ઈ ઍકટ 2009 તરીકે ઓળખવામાં આવે છે.
  • આર.ટી.ઈ ઍક્ટને ‘રાઈટ ટુ એજ્યુકેશન’ કહીએ છીએ.
  • મફત અને ફરજિયાર શિક્ષણ મેળવવાનો અધિકાર દેશમાં 1 એપ્રિલ 2010 થી અમલમાં આવ્યો.
  • આ કાયદા અનુસાર 6 થી 14 વર્ષના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે
યોજનાનું નામ RTE Admission Gujarat 2024
સહાય આ કાયદા હેઠળ પ્રાઈવેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મફત એડમિશન આપવામાં આવે છે.
RTE Full Form Right To Education
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ જે બાળકોના પરિવાર આર્થિક રીતે નબળા હોઈ તેમના બાળકોને મફત શિક્ષણ અને સારું શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે.
લાભાર્થી ગુજરાત રાજ્યના આર્થિક અને પછાત સમાજના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે.
કેવી રીતે અરજી કરી શકાશે. ઓનલાઈન
સંપર્ક Toll-free Number :- 079-41057851
અધિકૃત વેબસાઈટ  https://rte.orpgujarat.com/




RTE Gujarat admission 2024 -25 સરકારી ઠરાવ અન્વયેની મુખ્ય બાબતો.

RTE act-2009 ની કલમ 2 (n)(iv)  અંવયે ગુજરાતમાં તમામ બિન અનુદાનિત શાળાઓને લાગુ પડે છે. જેમા સરકાર દ્વારા વખતો વખતો જાહેર કરવામાં આવતી લધુમતી શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી.

આ એક્ટ મુજબ નીચે મુજના બાળકોને અગ્રિમતા ક્રમ મુજબ નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.

  • બાળકની વય મર્યાદા 1 જૂનના રોજ 5 થી 7 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયારવાળું બાળકોને પ્રવેશ મળશે.
  • બાળ મજૂર, દિવ્યાંગ તેમજ એચ.આઈ.વી ગ્રસ્ત બાળકોને મળવાપાત્ર થશે.
  • ફરજ પર શહિદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/ પોલીસદળના જવાનના બાળકોને
  • જેમને સંતાનમાં એકમાત્ર દિકરી હોય તેવી દિકરીઓને RTE હેઠળ પ્રવેશ મળશે.
  • સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને મળવાપાત્ર થાય
  • BPL કુટુંબના બાળકોને પ્રવેશ મળશે.
  • SC/ST કેટેગરીના બાળકો આર.ટી.ઈ હેઠળ એડમિશન મળશે.
  • સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ/ અન્‍ય પછાત વર્ગ/ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને
  • જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો RTE હેઠળ પ્રવેશ મળશે

કેટલી આવક મર્યાદા ધરાવતા દંપતીઓના બાળકોને પ્રવેશ મળશે? (RTE Admission Income Limit)

ઉપરોક્ત મુદ્દા પૈકી 8, 9, 11, 12 અને 13 મુજબના વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. જેમા ગ્રામ્ય વિસ્તાર માટે 1લાખ 20 હજાર, જ્યારે શહેરી વિસ્તાર માટે 1 લાખ 50 હજાર રહેશે. આ આવક મર્યાદા જે તે શૈક્ષણિક વર્ષ માટે રહેશે. આ માટે સૌથી આવક ધરાવતા વિદ્યાર્થીઓને અગ્રિમતા આપવામાં આવે છે.

RTE ઓનલાઇન અરજી કરવાની રીત

  • અરજદારે આર.ટી.ઇ. ની વેબાસાઇટ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે.
  • અહિં “ઓનલાઇન અરજી” પર ક્લિક કરતાં ફોર્મ ઓપન થશે.
  • ફોર્મમાં માંગ્યા મુજબની તમામ બાબતો સાવચેતી પુર્વક ભરવાની રહેશે.
  • વાલીઓ એ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મનો દાખલો રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્ષ રિટર્ન, તથા ઇ ન્કમટેક્ષ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં નિયત નમુનામાં ડિકલેરેશન જેવા દરેક દસ્તાવેજો ઓનલાઇન સુવાચ્ય હોય એ રીતે પીડીએફ ફોર્મેટમાં ઓપલોડ કરવાના હોય છે.
  • અરજી સફળતાપુર્વક સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી અને પોતાની પાસે સાચવીને રાખવી.
  • નોંધ. વાલીઓએ ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવવાનું રહેતુ નથી.

પ્રવેશ માટે શાળાની પસંદગી


વાલી ભાઇઓ બહેનો માટે પોતાના બાળકના શાળા પસંદગી માટે સરકાર દ્વારા નીચે મુજબના ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ છે.

  1. રહેઠાણથી પડોશનો 1 કિમી ત્રિજ્યાવર્તી વિસ્તાર કે જ્યાં ચાલીને જઈ શકાય.
  2. 1 કિમી ત્રિજ્યાવર્તી અંતરમાં શાળા ન હોય તો 3 કિમી સુધીનો વિસ્તાર.
  3. 3 કિમી સુધી પણ શાળા ઉપલબ્ધ ન હોય તો 6 કિમી સુધીની ત્રિજ્યાવર્તી શાળા નક્કી કરવાની રહેશે.

વાલીઓએ વોર્ડ આધારિત શાળાઓની પસંદગી કરવાની રહેશે. બે વર્ડમાં જે શાળા રહેઠાણની સૌથી નજીક પડતી હોય તે સ્કૂલ માં પ્રવેશ મેળવી શકાશે. શાળા પસંદગી સમયે અગ્રતાના માપદંડો ધ્યાને લેવાના રહેશે.

rte gujarat 2022-23 documentsrequired | પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો.

વાલી મિત્રો, ઉપરોક્ત 13 પ્રકારની કેટગરી મુજબ દસ્તાવેજોની જરૂરીયાત અલગ અલગ હોય શકે છે. કેટલાક દસ્તાવેજો સમાન રીતે લાગુ પડશે જ્યારે કેટલાક દસ્તાવેજો અમુક કેટેગરીમાં વધારાના રજુ કરવાના રહે છે. અહિ નીચેની યાદી મુજબ ઓનલાઇન અરજી કરતી વખતે દસ્તાવેજો તૈયાર રાખવા જેથી અરજી સફળતા પુર્વક સબમિટ કરી શકશો.

RTE act-2009 અંતર્ગત મહત્વની બાબતો

ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ધોરણ 8 સુધી વિનામુલ્યે શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.

આ કાયદા હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી સાથે કોઇ પણ ભેદભાવ કરવામાં આવશે નહિ.

શાળાની ફેરબદલીની કરવાની જોગવાઇઓ.

ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં નીચે મુજબના કિસ્સામાં શાળા ફેરબદલી મળી શકે છે.

  1. માંગણી કરેલ ન હોય તેવી શાળામાં પ્રવેશ મળે
  2. કુમાર શાળાને બદલે કન્યા શાળામાં અને કન્યા શાળાને બદલે કુમાર શાળામાં પ્રવેશના કિસ્સામાં.
  3. લઘુમતી ધરાવતી શાળામાં પ્રવેશ મળેલ હોય છે.
  4. ટેકનિકલ કારણસર નિયમ વિરુધ્ધ પ્રવેશ ફાળવેલ હોય.

પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને મળતી સહાય.

  • સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવમાં આવેલ ધારા ધોરણ મુજબ ગણવેશબુટપુસ્તકોપરિવહન ખર્ચ સ્કૂલ બેગ અને અભ્યાસને અનુસાંગિક અન્ય વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીને સહાય આપવામાં આપવામાં આવે છે.
  • ઉપરોક્ત સહાય વિદ્યાર્થીની હાજરીને અનુલક્ષીને ચુકવવામાં આવે છે. એટલે કે ધોરણ-2 માટે ધોરણ-1 માં 80 ટકા કે તેથી વધુની  હાજરી (તબીબી કારણો સિવાય) હોવી અનિવાર્ય છે. જ્યારે ધોરણ -1 માં હાજરી ધ્યાને લેવાની રહેશે નહી.

અગ્રિમતા ક્રમ મુજબના કેટેગરીમાં 8, 9, 11,12 અને 13 મુજબના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા બાદ પછીના નાણાકીય વર્ષમાં નિયત આવક મર્યાદા કરતા વધુ આવક થાય વાલીએ લેખિતમાં જાણ કરી પ્રવેશ રદ કરવવાનો રહે છે. તેમજ પ્રવેશ મેળવનાર પિતાનું નામ  બી.પી.એલ. કેટેગરીમાંથી રદ થાય તેવા કિસ્સામાં પણ પ્રવેશ રદ કરવાનો રહે છે.

આ સિવાય તંત્રને કોઇ પણ પ્રવેશ શંકાસ્પદ જણાય તો વિદ્યાર્થીની સત્રના અંતે પ્રવેશ રદ કરવામાં આવશે જ્યારે વાલી સામે જિલ્લા શિક્ષણાધિકારીની કક્ષાએથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


rte gujarat school list pdf | ઓનલાઇન સ્કૂલની યાદી ચેક કરો.

આપ જે સ્કૂલમાં આપના બાળકનું પ્રવેશ કરાવવા માંગો છો એ સ્કૂલ નીચે મુજબ શોધી શક્શો.

સૌપ્રથમ આર.ટી.ઇ. ની વેબાસાઇટ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે.

અહીં ડાબી બાજુ “શાળાની યાદી” નામનું ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો.

અહિં આપ જીલ્લો, તાલુકો અને વોર્ડ પસંદ કરીને યાદી ચેક કરી શકશો.

શાળાઓની યાદી ચેક કરવા ક્લિક કરો.

ઓનલાઇન અરજીનું સ્ટેટસ ચેક કરવાની રીત

આપની અરજીનું સ્ટેટસ ચેક કરવા આપ નીચે મુજબના સરળ સ્ટેપ અનુસરી શકો છો.

સૌપ્રથમ આર.ટી.ઇ. ની વેબાસાઇટ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે.

અહીં ડાબી બાજુ “અરજીની સ્થિતિ” નામનું ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો.

અહિં આપ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખીને ચેક કરી શકશો.


ઓનલાઇન અરજીનું સ્ટેટસ ચેક કરવા ક્લિક કરો.

ઓનલાઇન અરજી પ્રિંટ કરવા ક્લિક કરો.

ADMIT CARD (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવા ક્લિક કરો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *